ડાંગ, ગુજરાત અને હવે દેશનું ગૌરવ બની રહેલી આદિવાસી દોડવીર સરિતા ગાયકવાડ :
-----
અમેરીકામાં યોજાનારી આઇએએએફ વર્લ્ડશ ચેમ્પિહયનશિપ ઇન એથ્લેાટિક્સ -2017માં
ભાગ લઇ સરિતા ગાયકવાડ દેશને ગૌરવ અપાવશે
-----
સરિતા ગાયકવાડના વતન કરાડીઆંબા ગામે જશ્નનો માહોલ
-----
ડાંગ, તાઃ 10 /04/2017: - રાષ્ટ્રી ય કક્ષાની ઇન્ટગર યુનિવર્સિટી એથ્લે-ટિક્સડ કોમ્પિજટિશનમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી-સૂરત તરફથી દોડવીર સરિતા ગાયકવાડે ગોલ્ડર મૅડલ જીતીને, તેની વર્લ્ડે ચેમ્પિ યનશિપ માટેની દાવેદારી પાકી કરી હતી. જેના ફળ સ્વ રૂપે એપ્રિલ, 2017 માસમાં અમેરીકાના નાસાઉ (બહામાસ) ખાતેના થોમસ રોબિન્સીન સ્ટેફડિયમ ખાતે યોજાનારી આઇએએએફ વર્લ્ડમ ચેમ્પિ યનશિપ ઇન એથ્લેાટિક્સમ-2017માં સરિતાએ તેની પ્રબળ દાવેદારી સાથે સ્થાીન મેળવીને, સમગ્ર ડાંગ જિલ્લા સહિત ગુજરાત રાજ્ય ને પણ ગૌરવ અપાવ્યું છે.
ડાંગ જિલ્લાના કરાડીઆંબા ગામના એક સામાન્યન શ્રમજીવી પરિવારની 23 વર્ષિય આ આદિવાસી યુવતિને ડાંગ સહિત આસપાસના વિસ્તાનરમાં લોકો ડાંગની રાજધાનીના નામે ઓળખે છે. બંદૂકમાંથી ગોળી છૂટે એમ રનિંગ ટ્રેક ઉપર દોડતી આ યુવતિએ ચાલુ વર્ષમાં જાન્યુાઆરી માસમાં કોઇમ્બછતૂર ખાતે યોજાયેલી 400 મીટર, અને 400 મીટર હડલ્સંમાં ઉત્કૃાષ્ટત દેખાવ કરીને યુનિવર્સિટીને ગૉલ્ડસ મેડલ અપાવ્યો હતો. જ્યાં થી તે નેશનલ સ્પો્ર્ટ્સ એકેડમી, પતિયાલા (પંજાબ)માં વધુ તાલીમ માટે રવાના થઇ હતી. તે અગાઉ સને 2016માં તેણીએ લખનૌ ખાતે યોજાયેલી 56મી નેશનલ ઓપન એથ્લેિટિક્સ્ કોમ્પિવટિશનમાં 400 મીટર (હડલ્સ0)માં 59.32 સેકન્ડજ સાથે બીજુ સ્થાેન પ્રાપ્ત કરતા સીલ્વજર મેડલ, અને 400 મીટર દોડ પ4.56 સેકન્ડં સાથે પૂર્ણ કરી ત્રીજુ સ્થાનન મેળવી બ્રોન્ઝ્ મેડલ અંકે કર્યો હતો.
ચીખલી (નવસારી)ની આર્ટ્સ ઍન્ડે કૉમર્સ કૉલેજ ખાતે અભ્યાધસ કરી, ગુજરાત સ્પોડર્ટ્સ6 ઍકેડમી-નડિયાદ ખાતે રહીને તેણીના કોચ શ્રી અજી મોન પાસે સઘન તાલીમ મેળવી, આગળ વધી રહેલી સરિતા ગાયકવાડના શ્રમજીવી પિતા શ્રી લક્ષ્મણભાઇ ગાયકવાડ તથા માતા શ્રીમતી રમુબેન ગાયકવાડે આંખમાં હર્ષાશ્રૃ સાથે તેમની આ દિકરીની સિદ્ધિને બિરદાવી હતી. એક મુલાકાત વેળા આ ગ્રામીણ માતાપિતાએ તેમની પાસે દિકરીની આ ઊંચી ઉડાનને બિરદાવવા માટે શબ્દોગ નથી તેમ જણાવ્યુંવ હતું.
ખૂબ જ સામાન્યિ કહી શકાય એવા બી.પી.એલ.ની યાદીમાં સમાવિષ્ટી આ કુટુંબ રોજનુ કમાઇને માંડ પેટીયુ રળે છે. પેટે પાટા બાંધીને સરિતાના શોખ અને તેનામાં રહેલી પ્રતિભાને પોષી રહેલા આ કુટુંબે ક્યાનરેય તેમના ગામ કરાડીઆંબા સિવાય બીજા ગામો પણ જોયા નથી, વધુમાં વધુ તેઓ આહવા મુખ્યપ મથકે બસમાં બેસીને આવતા હોય છે કે સરહદી મહારાષ્ટ્ર ના ગામોમાં ખેતમજૂરીએ જતા હોય છે. આવા પરિવારની દિકરી પ્લેનનમાં બેસીને અમેરીકા જશે તે વાતથી જ આ પરિવાર સહિત ગામના લોકો રોમાંચિત થઇ ઉઠયા છે.
ગામના યુવાનો સોમલા ગાયકવાડ અને આનંદ ભોયેએ સરિતાની મહેનત અને તેની ખેલ પ્રત્યેમની નિષ્ઠા જ તેને તેની મંઝિલ તરફ દોરી જશે તેમ જણાવ્યુંન હતું. ગામમાં સૌ સરિતાની સફળતાને જોઇ-સાંભળી આનંદવિભોર થઇ ગયા છે.
સને 2020માં વર્લ્ડ એથ્લેજટિક્સહ કોમ્પિ ટિશનમાં દેશ માટે દોડવાનું સપનુ લઇને, હાલમાં અમેરીકા પહોંચનારી સરિતા ગાયકવાડે એક ટેલિફોનિક મુલાકાતમાં જણાવ્યુંત હતું કે, તેણીનું સપનું છે ભારતને ગૉલ્ડિ અપાવવાનું. 400 મીટર અને 400 મીટર હડલ્સંમાં વિશેષ લક્ષ કેન્દ્રિ ત કરી તેણી હાલમાં દોડી રહી છે. મૂળ ખો ખોની પ્લે યર તરીકે રમતગમતમાં કારકિર્દીની શરૂઆત કરનાર સરિતા ગાયકવાડે, ગુજરાત સરકારના ખેલ મહાકૂંભમાં વ્યાક્તિેગત રમત એવી દોડમાં તેનું નસિબ અજમાવ્યુંવ, અને તેણી ખૂબ જ ઝડપથી માત્ર ત્રણ વર્ષના ગાળામાં જ એક પછી એક ટુર્નામેન્ટમ જીતતી પણ ગઇ. આજે તેની પાસે ભરપૂર સમય છે તેણીના સપના પૂરા કરવાનો. તેણીની ઉંમર માત્ર 23 વર્ષની છે. અનેક ગોલ્ડય મેડલ્સન અને સાથે ભરપૂર પ્રાઇઝ મની તેની રાહ જોઇ રહ્યા છે. સરિતા ગાયકવાડ તેની આ સઘળી સફળતાનો યશ રાજ્ય સરકારના ખેલ મહાકુંભને આપતા કહે છે કે, સ્પોાર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત-નડિયાદ તેણીને તાલીમની સાથે બધી સગવડો આપી રહ્યું છે. જેના પ્રતાપે તે આ જે આ સિદ્ધિ મેળવી શકી છે.
આઇએએએફ વર્લ્ડ ચેમ્પિસયનશીલ ઇન એથ્લે-ટિક્સન-2017માં સરિતાની પસંદગી 4X400 માં થઇ છે. જેમાં એક સાથે ચાર ખેલાડીઓ દોડ લગાવતા હોય છે. મહિલા ટીમમાં 4+2 મળી દેશભરમાંથી કુલ-6 મહિલા દોડવીરની આ માટે પસંદગી કરવામાં આવી છે. જ્યા-રે બીજા છ પુરૂષ ખેલાડીઓની ટીમ પણ, આ ઇવેન્ટ6માં ભાગ લેવા માટે અમેરીકા જઇ રહી છે, તેમ સરિતા ગાયકવાડે જણાવ્યું હતું.
ડાંગ જિલ્લાના કલેક્ટ ર શ્રી એમ.જે.ઠક્કરે, આ ગ્રામીણ યુવતિમાં રહેલી ખેલ પ્રતિભાને પારખી તેને જરૂરી સગવડો અપાવવા અને ખૂટતી કડીનું કામ કરવા માટેની પ્રતિબદ્ધતા સાથે, ખૂબ જ સંવેદના સહિત ડાંગની બેટીને સમગ્ર વહીવટી તંત્ર વતી શુભકામના પાઠવી છે. ઉલ્લેખનિય છે કે, ડાંગની રાજધાની તરીકે ઓળખાતી દોડવીર સરિતા ગાયકવાડ અને ડાંગ એક્સાપ્રેસ તરીકે ઓળખાતો યુવા દોડવીર મુરલી ગાવિતને ડાંગ જિલ્લાના મતદાર જાગૃતિ અભિયાનના યુથ આઇકૉન તરીકે કલેક્ટ્ર શ્રી એમ.જે.ઠક્કરે પસંદ કરીને તેમને અનોખુ ગૌરવ પણ પ્રદાન કર્યું છે.
આપણે સૌ પણ આ અવસરે ડાંગની આ રાજધાની તેણીના સપના પૂરા કરે, તેના ગ્રામીણ માતાપિતા, પરિવાર, ડાંગ સહિત ગુજરાત અને દેશને ગૌરવ અપાવે તે માટે ઑલ ધ બેસ્ટય કહીએ, તે જ સમયની માંગ છે.