Tuesday, April 17, 2012

 અજમેર શરીફ અચાનક

જ્યાર થી હું છોટાઉદેપુર થી  આવ્યો હતો ત્યાર થી કઈ ખાસ ચાલતું ન હતું. પરીક્ષા પણ ૧૧ તારીખ થી ચાલુ થઇ ગઈ છે. મમ્મી અને બહેનો હાલોલ મામા ના ઘરે ગયા એટલે બધું કામ મારા માથે. 
શુક્રવારએ  જુમ્મા ની નમાઝ પછી મારા પડોસી અને આદર્શ એવા જમાલુદ્દીન બાબા સાથે હું જમવા ગયો. જમવા ગયા ત્યાં ખબર પડી કે બાવા કારંટા જવાના હતા એના બદલે અજમેર શરીફ જાય છે.હું ગયા વરસે જુન માં  અજમેર ગયો હતો. બાવા એ મને લઇ જવાનો પ્રસ્તાવ મુક્યો તો મારાથી ના તો કહેવાઈ જ નહી. કારણ કે મેં છેલા એકાદ મહિના થી નિયત કરી હતી કે મારે અજમેર જવું છે.એટલેજ મારો બુલાવો આવી ગયો. અને અજમેર જવા વાળા માટે કહેવાઈ પણ છે કે.

"ઈરાદે રોઝ હી કરતે હે લેકિન તુટ જાતે હે, વહી અજમેર જાતે હે જિન્હેં ખ્વાજા બુલાતે હે. "

ઘરેથી ફટાફટ કપડા ભર્યા અને અજમેર માટે અમે નીકળી  ગયા. અમે ૬ જણ હતા. સાંજે ૪ વાગે નીકળ્યા તો બીજા દિવસે સવારે ૫ વાગે અમે અજમેર પહોચી ગયા. અમે પોતાની ગાડી માજ ગયા હતા.
અજમેર માં પોતાની છબી તો હું લઇ ના સક્યો પરતું મઝાર શરીફ  ની છબી મુકું છું.



સવારે ૯ વાગ્યા ની આસપાસ અમે મઝાર શરીફ માં ગયા. ત્યાં પ્રાથના કરીને ખાવા પીવા ગયા. અલ્કીમ ભાઈ અને ઇક્બાલ ભાઈ તો પછી હોટલ પર ઊંઘવા જતા રહ્યા પરંતુ અમે અજમેર ની ગલીયો માં ફર્યા. એ જ રાત્રે ફરીથી અમે ગયા અને થોડી વાર બેસ્યા. પછી બાવા અને બદ્ધા  જતા રહ્યા પરંતુ હું મઝાર પાસે બેસ્યો  અને પ્રાથના કરીને હોટેલ પર ગયો.  

બીજા દિવસે સવારે જલ્દી થી નીકળ્યા અને મીરાં દાતાર ઉનાવા ગયા.
ઉનાવા પણ પ્રાથના કરીને અમે અમદાવાદ થઇ ને ઘરે પહોચ્યા.
જતી વખતે ૧૨ કલાક લાગ્યા હતા અને આવતી વખતે ૧૬ કલાક માં ઘરે પહોચ્યા.
અલીક્મ ભાઈ અને ઇક્બાલ ભાઈ સાથે જો આપડે જય્યે તો કોઈ પણ વસ્તુ નું ટેન્સન ના થઇ અને કંટાળો તો આવેજ નહિ. મારા થી ખુબ મોટા છે પરંતુ હું મર્યાદા માં રહીને મસ્તી કરતો હતો.
ખાવાઝા ગરીબ નવાઝ મને અચાનક જ બોલાવે છે અને મને પણ ખુબ મજા આવે જે વારંવાર અજમેર જવાની.
આ હું ચોથી વાર ગયો હતો ....અને કદાચ હવે વારંવાર જવાનું થશે. ઇન્સાલ્લાહ ..

Sunday, April 8, 2012

મારું પહેલું બ્લોગ પ્રવાસ ની સાથે

મારું પહેલું બ્લોગ પ્રવાસ ની સાથે


એમ તો મેં વિચાર્યું હતું કે મમ્મી ના જન્મદિવસે જ આપણે પ્રથમ બ્લોગ લખીસું. પરંતુ કામ ના લીધે એ બની શક્યું નહિ.
છેલ્લા બે-ત્રણ દિવસ થી આપડે છોટાઉદેપુર ગયા હતા. નક્કી તો હતું ની કે સુ કરું પણ તાત્કાલિક પ્લાન કર્યું અને નીકળી ગયો.. મારે કામ ઘણા હતા ત્યાં..
- પહેલું તો વાઘ્તાલ ની દરગાહ જોવી હતી
-બીજું કાકા ની તબિયત  જોવા જવાનું હતું
-હાર્મોનિયમ કાકા પાસેથી લેવાનો હતો
-અને ખાસ તો મારા ભાઈ સારીક ને મળવું હતું.

સાંજે ઘરે થી નીકળ્યો ત્યારે ઉતાવળ હોવા ના લીધે જલ્દી જલ્દી માં મેં ૪ રીક્સા બદલી પછી રેલ્વે સ્ટેશન પહોચ્યો.
૬:૧૦ એ ટ્રેન ઉપડી. હું જે દિવસે નીકળ્યો ત્યારે ગુજકેટ ની પરીક્ષા પણ હતી . એટલે આખી ટ્રેન પણ એકદમ ફૂલ હતી. પણ હા મને તો જગ્યા મળી ગઈ હતી. રાત્રે ૯:૩૦ વાગે પહોચીને ખાઈ-પીને હું ને મારો ભાઈ વાતો પર નાવડી પડ્યા. હવે અમારી વાતો માં વધારે પડતી છોકરી ઓ ની જ વાતો હોઈ. ક્યારેક જીવન વિશે પણ વાતો કરી જ લય્યે. 

આ મારી છબી ....
બીજા દિવસે જુમ્મા ની નમાઝ પછી હું અને સારિક ભાઈ વાઘતાલ જવા નીકળ્યા. વાઘતાલ માં એક દરગાહ છે જ્યાં એક વાઘ એ દરગાહ ની સંભાળ રાખે છે આવું કહેવામાં આવે છે.વાઘ એમના દેખાતો તો નથી પણ મારી શ્રદ્ધા તો છે કે અ વાઘ ત્યાં છેજ ...
દરગાહ જવાનો રસ્તો ખુબ મઝા આવે આવો છે પરંતુ તાપ ના લીધે ખુબ થાકી જવાયું હતું.
આ ફોટો જે છે એ નદી છે. નદી માંથી થઇ ને અમે ત્યાં ગયા હતા. 


આગળ જતા પહેલી દરગાહ આઈ જ્યાં અમે હલીમ ખાધું અને આગળ નીકળ્યા.

આ દરગાહ પર અમે રોકાયા અને ખાધા પછી નીકળ્યા હતા 
આગળ જતા એકદમ અદ્ભુત અને પહેલી વાર જોયા હોય એવા દ્રશ્યો સામે આવ્યા.
તમે જ જુઓ

 આગળ અમે વાઘતાલ તો પહોચી ગયા પરંતુ મને આવું કે સામેનું ડુંગર ચડીએ ત્યાં વાઘતાલ છે.પરંતુ વાવ્ઘતાલ ની દરગાહ પર અમે પહોચી ગયા હતા.
 જુઓ આ ડુંગર પર અમે ચડ્યા હતા .
 બીજા ફોટો મારા ફેસબુક આઈડી પર છે ...
અમે થોડી વાર બેસીને ઉપર જવા રવાના થયા.. એક પથ્થર પછી બે એમ એક પછી એક પથ્હાર પાર કાર્ય ને ઉપર પહોચ્યા. ઉપર પહોચીને જોયું તો ત્યાં ફક્ત મંદિર હતું. 
મંદિર પાસે અમે બેસ્યા અને ફોટો પડ્યા.
ધીરે ધીરે ઉતરીને અમે સાંજે ૭ વાગે ઘરે પહોચ્યા... મેં આજ સુધી ગુજરાત ના પાવાગઢ અને રાજેસ્તાન ના તારાગઢ પર ચડ્યો છો પણ આ વાઘ્તાલ પર જાય ને તો ખુબ જ થાક લાગ્યો હતો. એટલે ઊંઘ્યા તો ૯ વાગે આંખ ખુલી પછી કાકા ના ઘરે ખાવા ગયો ને એમનો હાર્મોનિયમ સાથે લઇ આવ્યો. આ પ્રવાસ તો એકલા એકલા હતું પરંતુ મજા આવી ગઈ...